AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર આવતા વાહનચાલકો જોખમમાં; કોંગ્રેસે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

Breaking News: ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર આવતા વાહનચાલકો જોખમમાં; કોંગ્રેસે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2026 | 1:26 PM
Share

ચોમાસાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરના ગડખોલ ટી-બ્રિજ પર વરસાદના કારણે આરસીસી રોડનો ભાગ ધોવાઈ જતાં બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું છે. પરિણામે રોડની અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે વાહનચાલકોને જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે.

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ભરૂચ અને અંકલેશ્વરને જોડતો આ બ્રિજ રોજ હજારો વાહનો માટે મહત્વનો માર્ગ છે. છતાં વરસાદની શરૂઆતમાં જ રસ્તો ધોવાઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને બ્રિજ પર પૂરતી લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી અકસ્માતનું જોખમ ઘટે.

ધિકારીઓએ સમયસર યોગ્ય કાર્યવાહી કરી નથી: કોંગ્રેસે તંત્ર પર આકરા પ્રહાર કર્યા

બીજી તરફ, આ સમગ્ર મામલે કોંગ્રેસે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં અધિકારીઓએ સમયસર યોગ્ય કાર્યવાહી કરી નથી. સાથે જ રોડના નિર્માણ અને સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે જો વહેલી તકે બ્રિજનું સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. હાલ વાહનચાલકો ભારે મુશ્કેલી અને ભય વચ્ચે આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. હવે લોકોની નજર તંત્ર પર છે કે તે કેટલી ઝડપથી સમારકામની કામગીરી શરૂ કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે.

આ દેશમાં ચ્યુઇંગ ગમ ખાધી તો સીધા જેલ ભેગા થશો, જાણો શું છે કાયદો !

Published on: Jul 09, 2026 01:25 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">