AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય ! જુઓ Video

Surat Breaking News : દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2026 | 2:11 PM
Share

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચોમાસું ખેંચાતા ખેતીના પાકો પર પડતી અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસાની અનિયમિત સ્થિતિને કારણે ખેતી પર પડતી નકારાત્મક અસરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કૃષિ કામગીરીમાં સુધારો થવાની અને ખેડૂતોને મોટી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેતી માટે 10 કલાક વીજળી આપવામાં આવશે

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચોમાસું ખેંચાતા ખેતી માટે 10 કલાક વીજળી આપવામાં આવશે. ખેડૂત અગ્રણી જયેશ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ડાંગર, શેરડી તેમજ બાગાયતી પાકોને પૂરતા પાણીના અભાવે નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂત અને સહકારી અગ્રણી જયેશ પટેલ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને પગલે સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ચોમાસાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ વિષયક વીજ ફીડરોમાં આપવામાં આવતા વીજ પુરવઠાના કલાકોમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ ખેડૂતોને રોજના 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, જે હવે વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લેવાયો.

આ પણ વાંચો, નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા, ધારાસભ્ય-પ્રમુખે ઠપકો સાંભળ્યા બાદ રાજીનામાનો ડ્રામા પડતો મુક્યો

 

Published on: Jun 20, 2026 02:11 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">