Breaking News : અમદાવાદ બાદ હવે ભુજની વી.ડી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થી વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો, જુઓ Video
અમદાવાદ બાદ હવે કચ્છની સ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે ઉગ્ર બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ભુજની વી.ડી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થી વચ્ચે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર અગાઉ થયેલી બબાલને લઈ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.
અમદાવાદ બાદ હવે કચ્છની સ્કૂલમાં બે વિદ્યાર્થી વચ્ચે ઉગ્ર બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. ભુજની વી.ડી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ છે. મળતી માહિતી અનુસાર અગાઉ થયેલી બબાલને લઈ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. એક જ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 11ના વિદ્યાર્થીએ અગાઉ થયેલી બબાલને ધ્યાનમાં રાખીને ધોરણ-10ના વિદ્યાર્થીને માર માર્યો હતો.
બે વિદ્યાર્થી વચ્ચે મારામારી
ભુજની વી.ડી. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની વચ્ચે થયેલી બબાલમાં વિદ્યાર્થીને માથામાં ઈજા પહોંચી હતી. જેના પગલે તાત્કાલિક ધોરણે શાળાના શિક્ષકો દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની બબાલ થતા શાળાના આચાર્યએ બંન્ને વિદ્યાર્થીના વાલીને બોલાવી સમજાવ્યા હતા.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડાયો
શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી સમજાવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પરંતુ ક્યા કારણોસર આ પ્રકારની મારામારી થઈ હતી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે તેના અન્ય મિત્રોએ પણ ધોરણ-10ની વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જેમાં હાલ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
