રાજકોટના શાપરમાં રખડતા શ્વાનનો બાળકીને ફાડી ખાધી, 5 વર્ષની માસુમનું મોત, જુઓ Video
રાજકોટમાં શાપર વેરાવળ વિસ્તારમાં રખડતા શ્વાનોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક 5 વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યુ છે. મળતી માહિતી અનુસાર, શ્રમિક પરિવારની આ બાળકી થોડા દિવસો પહેલા તેના દાદાના ઘરે આવી હતી અને ઘરના બહાર રમતી વખતે રખડતા શ્વાનનો શિકાર બની હતી.

શ્વાને ગળાના ભાગે બચકાં ભર્યાં
ઘટનાક્રમ અનુસાર, બાળકી દાદાની ઘરની બહાર રમી રહી હતી તે સમયે શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો અને કરીને તેના ગળાના ભાગે બચકાં ભર્યાં હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યુ હતુ. શ્વાનના હુમલાની આ ઘટના 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 8:00 વાગ્યે બની હતી.
રખડતા શ્વાનો સામે તાત્કાલિક પગલા લેવા માગ
આ દુર્ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના રહીશોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. લોકોમાં રખડતા શ્વાનોના વધતા આતંકને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક વહીવટીતંત્ર સામે રોષમાં છે. સ્થાનિક લોકોની માંગ છે કે રખડતા શ્વાનો સામે તાત્કાલિક પગલા લેવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video