Gujarati Video: રખડતા ઢોરે અમદાવાદના હાટકેશ્વરમાં એક મહિલાને અડફેટે લીધી, મહિલા 5 ફૂટ ઊંચે ફંગોળાઈ
Ahmedabad News: હાટકેશ્વરમાં એક મહિલા રસ્તો પાર કરવાના પ્રયાસ કરી રહી હતી અને અચાનક જ રખડતા ઢોરે તેને પાછળથી અડફેટ મારી હતી. જે પછી મહિલા 5 ફૂટ હવામાં ફંગોળાઇને જમીન પર ઉંધા માથે પટકાઇ હતી.
અમદાવાદના જાહેરમાર્ગો પર ફરી એકવાર રખડતા આતંકે દહેશત ફેલાવી છે. આ એક એવો આતંક જે અચાનક ત્રાટકે છે અને જીવનભરની સજા આપી જાય છે. મેટ્રો સિટી અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં એક રખડતા ઢોરે મહિલાને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરીજનો માટે ફરી ચિંતાનો વિષય બની છે.
હાટકેશ્વરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધી
હાટકેશ્વરમાં એક મહિલા રસ્તો પાર કરવાના પ્રયાસ કરી રહી હતી અને અચાનક જ રખડતા ઢોરે તેને પાછળથી અડફેટ મારી હતી. જે પછી મહિલા 5 ફૂટ હવામાં ફંગોળાઈને જમીન પર ઉંધા માથે પટકાઈ હતી. ઢોરની અડફેટે આવેલી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત; હાટકેશ્વરમાં ગાયે મહિલાને લીધી અડફેટે#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/o6unAby4dL
— Tv9 Gujarati (@tv9gujarati) February 25, 2023
અમદાવાદના હાટકેશ્વરમાં રખડતા ઢોરે મહિલાને અડફેટે લીધાની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. જેના દ્રશ્યોમાં રખડતા ઢોર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. રખડતા ઢોરના ત્રાસથી આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, રસ્તા પરથી ઢોરના ત્રાસથી તેમને અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર મુક્તિ અપાવે અને જે લોકોને ઢોરના કારણે ઇજા કે જીવ ગુમાવવો પડ્યો છે તેમને આર્થિક સહાય ચૂકવાય.
મહત્વનું છે કે એવું નથી કે આ કોઇ પહેલી ઘટના હોય માત્ર 3 દિવસ અગાઉ જ હાટકેશ્વરના જોગેશ્વરી રોડ ઢોરના આતંકની આ બીજી ઘટના છે 22 ફેબ્રુઆરીએ પણ રખડતા ઢોરની અડફેટે એક વૃદ્ધાનું અકાળે અવસાન નિપજ્યું હતું. આમ અમદાવાદમાં પણ રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની છે અને શહેરીજનો પર રખડતું સંકટ તોળાયું છે. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે આ રખડતી આફતમાંથી અમદાવાદીઓને કોણ મુક્તિ અપાવશે ?