Railway News: અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ, વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેન એક અઠવાડિયા સુધી બંધ રહેશે બંધ

ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25.02.223 થી 03.03.20203 સુધી અને ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.02.2023 થી 04.03.20203 સુધી બંધ રાખવામાં આવી છે.

Railway News:  અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ, વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેન એક અઠવાડિયા સુધી બંધ રહેશે બંધ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 25, 2023 | 7:30 AM

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ મંડળની  કેટલીક ટ્રેન  એક અઠવાડિયા સુધી  રદ કરવામાં આવી છે.   આ  ટ્રેન ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી છે. જેના કારણે  સોમનાથ, વેરાવળ, વડોદરા, જામનગર,  વિરમગામ તરફ જતા મુસાફરોએ અન્ય ટ્રેન કે પરિવહનનો સહારો લેવો પડશે.   પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ઓપરેશનલ કારણોસર કેટલીક ટ્રેનો એક સપ્તાહ સુધી રદ્દ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સરંચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. જેની વિગતોઆ મુજબ છે

રદ્દ કરાયેલી ટ્રેન

1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ 25.02.2023 થી 03.03.2023 સુધી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 25.02.2023 થી 03.03.2023 સુધી

3. ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશ્યલ 25.02.2023 થી 03.03.2023 સુધી

4. ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશ્યલ 26.02.2023 થી 04.03.2023 સુધી

5. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 25.02.223 થી 03.03.20203 સુધી.

6. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 26.02.2023 થી 04.03.20203 સુધી

પશ્ચિમરેલવે મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી અને અમદાવાદ -પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. મુસાફરોની સુવિધા માટે  મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 09093/09094 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સાપ્તાહિક વિશેષ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09093 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સ્પેશિયલ શનિવારે 4 માર્ચ, 2023ના રોજ 09.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09094 ભગત કી કોઠી – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 5મી માર્ચ, 2023ના રોજ ભગત કી કોઠી થી 12.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, નસીરાબાદ, અજમેર, બ્યાવર, મારવાડ, પાલી મારવાડ અને લુણી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

2) ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 6 માર્ચ, 2023ના રોજ 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.05 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ, મંગળવાર, 7 માર્ચ, 2023ના રોજ પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">