Valsad News : ભારે પવન સાથે ધોધમાર વરસાદ, તડકેશ્વર મહાદેવ મંદિરના પાર્ટીપ્લોટમાં સ્ટેજ તુટ્યું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાતે ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડી રાતે ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરબા મહોત્સવ વચ્ચે ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે તડકેશ્વર મહાદેવ મંદિરના પાર્ટીપ્લોટમાં સ્ટેજ તુટ્યું હતું. ધોધમાર વરસાદ વરસવાના કારણે સ્ટેજ તુટ્યું હતું. જો કે ભારે વરસાદના કારણે આયોજકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ખેલૈયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે ભારે પવન ફૂંકાતા તડકેશ્વર મહાદેવ મંદિરના પાર્ટીપ્લોટમાં સ્ટેજ તુટ્યું હતું. તેમજ સ્ટેજ પર મુકવામાં આવેલી સાઉન્ડ સિસ્ટમને પણ ભારે નુકસાન થયું હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. તો ક્યાંક વીજપોલ તૂટી પડ્યા છે. વાડીઓમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા હોવાનું સામે આવી રહ્યું છે. તો પાકને પણ નુકસાની થયાની માહિતી છે. હાલ, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે, આકસ્મિક સ્થિતિ બાદ વૃક્ષો અને વીજપોલ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે.
