અમદાવાદ વીડિયો : રસ્તા વચ્ચે ઉભેલી રીક્ષાને હટાવાનું કહેતા અસામાજીક તત્વોએ ST બસના ડ્રાઈવર અને કંટડક્ટર પર છરીથી કર્યો હુમલો
અમદાવાદમાં ફરી એક વાર અસામાજીક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. અમદાવાદના વાડજમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. અસામાજીક તત્વોએ ST બસના ડ્રાઈવર અને કંટડક્ટર પર છરીથી હુમલો કર્યો હતો. વાડજના રામાપીરના ટેકરા પર STના ડ્રાઈવર-કંડક્ટર પર જીવલેણ હુમલો કર્યો છે.
રાજ્યમાં ઘણી વાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર અસામાજીક તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે. અમદાવાદના વાડજમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે. અસામાજીક તત્વોએ ST બસના ડ્રાઈવર અને કંટડક્ટર પર છરીથી હુમલો કર્યો હતો. વાડજના રામાપીરના ટેકરા પર STના ડ્રાઈવર-કંડક્ટર પર જીવલેણ હુમલો કર્યો છે.
રિક્ષામાં સવાર ત્રણ હુમલાખોરો છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા છે. લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવર-કંડક્ટરને સિવિલમાં ખસેડાયા છે. ગંભીર ઇજા જણાતા એકને વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડાયો છે. રસ્તા વચ્ચે ઉભી રાખેલી રીક્ષાને બાજુમાં લેવાનું કહેતા હુમલો કર્યો હતો. સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.