Ahmedabad Video : સ્પા સંચાલકે યુવતીને જાહેરમાં માર્યો ઢોર માર, નાગાલેન્ડની યુવતીએ નોંધાવી ફરિયાદ, CCTVમાં કેદ થઈ માર મારવાની ઘટના
અમદાવાદમાં એક સ્પા સંચાલકને યુવતીને બેફામ માર મારવો ભારે પડયો છે. નાગાલેન્ડની યુવતીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ મહિલા ક્રાઇમ ACP સહિતના અધિકારીઓએ યુવતીની પૂછપરછ કરી હતી. અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.આરોપીના સલૂનમાં એક મહિલા સાથે ઝઘડો થતા યુવતીને માર માર્યો હોવાનો ખુલાસો થયો હતો.
Ahmedabad : અમદાવાદમાં એક સ્પા સંચાલકને યુવતીને બેફામ માર મારવો ભારે પડયો છે. નાગાલેન્ડની યુવતીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક મોહસીન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ મહિલા ક્રાઇમ ACP સહિતના અધિકારીઓએ યુવતીની પૂછપરછ કરી હતી. અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આરોપીના સલૂનમાં એક મહિલા સાથે ઝઘડો થતા યુવતીને માર માર્યો હોવાનો ખુલાસો થયો હતો. સિંધુભવન રોડ પરના ગેલેક્સી સ્પાની આગળ ઘટના બની હતી. ગેલેક્સી સ્પા સંચાલકે મોહસીન હુસેને યુવતીના વાળ ખેંચીને ક્રૂરતાપૂર્વક ફટકારી હતી. ઢસડીને લાતો માર્યા બાદ યુવતીના કપડા ફાડી નાખ્યા હતા. આરોપી લગભગ 4 મિનિટ સુધી યુવતી પર જુલમ ગુજારતો રહ્યો. પીડિતા સાથેની મારામારીની આ ઘટના CCTVમાં કેદ થઇ હતી.
યુવતીએ સંચાલક પર આરોપ લગાવતા કહ્યું કે ભાગીદારીમાં સલૂન ખોલવાથી ઝઘડો થયો હતો. 4 હજારનું નુકસાન થતા સલૂનમાં કામ કરતી યુવતી સાથે બોલાચાલી થઈ હતી. સલૂનમાં મહિલા સાથે ઝઘડો કરતા મોહસીન ગુસ્સે થયો. તેની સાથે મોહસીનની સારી મિત્રતા હતી. મેં શાંતિથી વાત કરવાનું કહ્યું છતાં ઢોર માર માર્યો હતો.
