Ahmedabad: ગુજરાતમાં વર્ષ 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સફળ 2 દાયકાની ઉજવણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત

Ahmedabad: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વર્ષ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જુદા જુદા વ્યવસાય અને વિકાસ અર્થે અમદાવાદના ટાગોર હોલ ખાતેથી વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. જેને હાલ 2023માં 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વાઈબ્રન્ટ સમિટની 2 દાયકાની સફળ સફરની રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાયન્સ સિટી ખાતે આયોજિત 'સમિટ ઓફ સક્સેસ' કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Sep 27, 2023 | 9:29 PM

Ahmedabad:  વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જુદા જુદા વ્યવસાય અને વિકાસ અર્થે અમદાવાદના ટાગોર હોલ ખાતે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી જે વર્ષ 2023માં સફળતાના 2 દાયકા પૂર્ણ કરી રહી છે અને તેની જ ઉજવણી ગુજરાત સરકાર સરકાર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. પાછલા 2 દાયકા દરમિયાન કુલ 9 વખત વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું અને વર્ષ 2019માં અંતિમ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું હતું. જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ સમિટનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સમિટ ઓફ સક્સેસની ઉજવણી

પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સાયન્સ સિટી ખાતે સમિટ ઓફ સક્સેસની ઉજવણી થઈ રહી છે ત્યારે વાઇબ્રન્ટ સમિટમાં અત્યાર સુધી જોઈએ તો 135થી વધુ દેશોના 42 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગીદારી નોંધાવી છે. જેમાં વર્ષ 2019માં 28360 એમ.ઓ.યુ થયા હતા. 21348 પ્રોજેક્ટ શરૂ થઈ ગયા અને 1389 પ્રોજેક્ટ હાલ અમલીકરણ હેઠળ છે.  9 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે દેશના GDPમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા થયો, નિકાસમાં અંદાજે 33 ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા, ફેક્ટરીઓમાં 11 ટકા હિસ્સો ગુજરાતનો નોંધાયો છે.‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે વાઇબ્રન્ટ સમિટનું 10મું સંસ્કરણ 10 થી 12 જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન મહાત્મા મંદિરમાં યોજાશે.

7 કરોડ ગુજરાતીઓના સામર્થ્ય સાથે જોડાયેલી છે વાઈબ્રન્ટ સમિટ- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફળતાના 20 વર્ષની ઉજવણી દરમિયાન પોતાના સંબોધન વખતે પાછલા 20 વર્ષો દરમિયાન થયેલી જુદી જુદી ઘટનાઓ અને યાદોને તાજી કરી. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે 20 વર્ષ પહેલા આપણે એક બીજ વાવ્યું હતું અને આજે તે વિશાળ અને વાઇબ્રન્ટ વટ વૃક્ષ થઈને ઊભું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સમિટના 20 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત અને ગુજરાતના લોકોની વચ્ચે આવ્યો છું તેની તેઓને ખૂબ ખુશી છે. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત એ માત્ર બ્રાન્ડિંગનું આયોજન નહીં પરંતુ બોર્ડિંગનું આયોજન છે. વાઇબ્રન્ટ ગુજરાત એ 7 કરોડ ગુજરાતીઓના સામર્થ્ય સાથે જોડાયેલી સમિટ છે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

ગોધરાકાંડ સમયે અનેક લોકોએ ગુજરાત વિરોધી એજન્ડા ચલાવ્યો-PM મોદી

પાછલા 20 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીએ વાત કરતા જણાવ્યું કે આજની જનરેશનને નહીં ખબર હોય કે વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ ગુજરાતની શું સ્થિતિ હતી અને તે જ સમયે ગુજરાતમાં માધવપુરા બેન્ક પણ બંધ થઈ હતી એક તરફ ગુજરાતમાં ફાઇનાન્સિયલ સેક્ટર સંકટમાં હતું અને બીજી તરફ મારી સામે અનેક મોટા પડકારો હતા આ દરમિયાન પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડનો પણ ઉલ્લેખ કર્યો નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અનેક લોકોએ પોતાનો એજન્ડા ચલાવ્યો હતો અને એવી અફવાઓ ફેલાવી હતી કે હવે તો ગુજરાતી ઉદ્યોગપતિઓ ગુજરાતની બહાર જતા રહેશે અને ગુજરાત સંપૂર્ણપણે કંગાળ રાજ્ય બની જશે.

આ પણ વાંચો: Breaking News: વડોદરામાં નારી શક્તિ વંદન કાર્યક્રમમાં વિરોધીઓ પર વરસ્યા પીએમ મોદી, સંસદમાં મહિલા અનામત પ્રસ્તાવનું સમર્થન મનથી નહીં પરંતુ કમને કર્યુ 

વાઈબ્રન્ટ થકી દેશભરની ટેલેન્ટને ઉભરવાની તક મળી-PM મોદી

ગુજરાતને ન માત્ર દેશ પરંતુ દુનિયામાં પણ બદનામ કરવાની કોશિશો કરવામાં આવી હતી પરંતુ મેં સંકલ્પ લીધો હતો કે પરિસ્થિતિ ગમે તેવી હશે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને સંકટમાંથી બહાર કાઢીને જ રહીશ અને તે દરમિયાન જ વિશ્વ થી આંખથી આંખ મિલાવીને કામ કરવાનું માધ્યમ એ વાઇબ્રન્ટ ગુજરાત બન્યું, વાઇબ્રન્ટ ગુજરાતથી નવ માત્ર ગુજરાત પરંતુ ભારતના ટેલેન્ટને દેશમાં ઉભરવાનો મોકો પણ મળ્યો. અમદાવાદના એક નાનકડા ટાગોર હોલ થી શરૂ થયેલી આ સમિટ હવે વિશ્વસ્તરે ફેલાઈ ચૂકી છે તેનો નરેન્દ્ર મોદીએ ગર્વ લીધો આ ઉપરાંત તેમણે પોતાના સંબોધનના અંતમાં જણાવ્યું કે આજના આયોજનથી તેઓ 20 વર્ષ પાછળ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને ગુજરાત સરકારનો તેમણે આભાર માન્યો.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">