Ahmedabad : PM નરેન્દ્ર મોદી આજે કરશે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન, રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ
આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવશે. PM મોદી અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો આજે વડાપ્રધાન છોટાઉદેપુરના બોડેલીની મુલાકાત પણ લેશે. ત્યાથી તેઓ દાહોદને કરોડોના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
Ahmedabad : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાતના પ્રવાસે આજે બીજો દિવસ છે. આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવશે. PM મોદી અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો આજે વડાપ્રધાન છોટાઉદેપુરના બોડેલીની મુલાકાત પણ લેશે. ત્યાથી તેઓ દાહોદને કરોડોના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. તેમજ છાબ તળાવ અને જવાહર નવોદય શાળાને પણ નરેન્દ્ર મોદી ખુલ્લી મુકશે.
વડાપ્રધાન ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. મહત્વનું છે કે 20 વર્ષ પહેલા 2003ના રોજ તત્કાલિન CM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે.
આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડા, અગ્રણી ઉદ્યોગપતિ, રાજનેતા, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી જોવા મળી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ, દેશના અન્ય રાજ્યો માટે પણ રોલ મોડેલ બની છે. છેલ્લા બે દાયકામાં વિકાસ અને વૃદ્ધિ હાંસલ કરી છે. તે જોતાં, આ સમિટ આજની તારીખમાં પણ અજોડ અને અદ્વિતીય છે. 2003માં નાના પાયે શરૂ થયેલી આ સમિટમાં, વર્ષ 2019માં 135 દેશના 42 હજારથી વધુ પ્રતિનિધિની ભાગીદારી જોવા મળી હતી.
વાયબ્રન્ટ સમિટ 2024માં અનેક મહત્વના મુદ્દા પર ભાર મુકવામાં આવશે.
તેમજ 2005માં બીજી સમિટને ભાગીદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જો કે શરૂઆતમાં 2009માં ચોથી સમિટમાં માત્ર જાપાન પ્રથમ ભાગીદાર દેશ બન્યો હતો. 2009માં 21 દેશના 600થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.અને માત્ર 10 વર્ષમાં જ આ સમિટે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી અને 2019માં યોજાયેલી 9મી વાયબ્રન્ટ સમિટે ભારતને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું અને 2009માં જે 1 દેશ ભાગીદાર હતો તેની સામે 2019માં 15 ભાગીદાર દેશે બન્યાં હતા. 135 દેશના 42 હજારથી વધુ પ્રતિનિધિ હાજર રહ્યાં હતા.
વાયબ્રન્ટ સમિટ 2024માં અનેક મહત્વના મુદ્દા પર ભાર મુકવામાં આવશે. 2047 સુધી ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પ્રિ-સમિટ સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં 20થી વધુ સેમિનાર યોજાશે. જેમાં સુરક્ષા, આરોગ્ય, સ્ટાર્ટ્સઅપ્સ અને રોકાણ પર ભાર મુકાશે. સાથે જ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, ગ્રીન એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી, એનર્જી ટ્રાન્ઝિશન સહિતના મહત્વના પ્રોજેક્ટ પર ભાર મુકાશે. એટલું જ નહીં આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ઇન્ડ્રસ્ટી 4.0 ટેક્નોલોજી અને નવીનતા થીમ પર સેમિનાર યોજાશે. ધ વાયબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું આયોજન કરાશે. ટેકેડ અને ચેમ્પિયન સર્વિસ ક્ષેત્રોને રજૂ કરાશે.