22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક હિલચાલ, સુરક્ષા એજન્સીઓનું ભારતીય જળસીમા નજીક ફિશિંગ ન કરવા માછીમારોને કર્યુ સૂચન
પોરબંદર: માછીમારને જાગૃત કરવા સુરક્ષા એજન્સીઓએ સૂચના જારી કરી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગેરકાનુની પ્રવૃતિ થવાની આશંકાને પગલે માછીમારોને એલર્ટ કરાયા છે અને ભારતીય જળસીમા નજીક માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.
પોરબંદર: અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી ગેરકાનુની પ્રવૃતિ થવાની શક્યતાને પગલે માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સીએ ભારતીય જળસીમા નજીક ફિશિંગ ન કરવા સૂચના આપી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને ધ્યાને રાખી સમુદ્રમાં કોઈ હિલચાલ થવાની આશંકા સેવાઈ છે.
સુરક્ષા એજન્સીઓએ માછીમારોને અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો તુરંત એજન્સીને જાણ કરવા અપીલ કરી છે. માછીમાર બોટ એસોસિએશન દ્વારા પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે.
પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
