Banaskantha : ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું, SOGની ટીમે પાડ્યા હતા દરોડા, જુઓ Video
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ અને SOG દ્વારા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બનાસકાંઠા: શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર SOGના દરોડા પાડ્યા છે.
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ અને SOG દ્વારા ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર SOGના દરોડા પાડ્યા છે. ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે. શંકાસ્પદ ઘીની ફેકટરી અંગે પોલીસને બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ઘી સહિતનો મુદ્દામાલ કરવામાં જપ્ત કર્યો છે. પોલીસના દરોડાથી જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. ત્યારે કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ મુદ્દામાલ અને આરોપીઓની વિગત સામે આવશે.
500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
બીજી તરફ સુરતમાં ભેળસેળિયા વેપારીઓ સામે આરોગ્ય વિભાગની તવાઈ યથાવત છે. આરોગ્ય વિભાગે અલગ-અલગ વિસ્તારમાં ડેરી પ્રોડક્ટના નમૂના લીધા હતા. પનીર, ઘી, ચીઝ સહિતના નમૂના ફેલ જતાં કાર્યવાહી શરૂ કરી છે. ઘીમાં વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ વધારે નોંધાયું છે. ચીઝના હાનિકારક જથ્થાનો પણ નાશ કરાયો છે. ભેળસેળ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
