AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત માટે ગૌરવની ક્ષણ, વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો સમાવેશ

ગુજરાત માટે ગૌરવની ક્ષણ, વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો સમાવેશ

| Updated on: Jun 14, 2024 | 9:19 PM
Share

 UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના X અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત શેર કરી છે. જેમાં UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે. 2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન હતું.

Smritivan Earthquake Memorial Museum of Bhuj UNESCO list (1)

આ વિઝન અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્‌ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે. સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.

Published on: Jun 14, 2024 09:16 PM
g clip-path="url(#clip0_868_265)">