Gandhinagar: કલોલમાં સિન્ટેક્સ કંપનીની જો હુકમી, 300 કામદારોને નોટીસ આપ્યા વગર કર્યા છુટા, જુઓ Video
ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે 300 કામદારોને છુટા કરી દીધા છે. કંપનીએ કોઈપણ નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો.
Gandhinagar : ગાંધીનગરના કલોલમાં સિન્ટેક્સ કંપનીએ એક સાથે 300 કામદારોને છુટા કરી દીધા છે. કંપનીએ કોઈપણ નોટીસ આપ્યા વગર છુટા કરતા કામદારોએ કંપનીના ગેટ આગળ હોબાળો મચાવ્યો હતો. વિશ્વાસમાં લીધા વગર કંપનીએ કારીગરોને છુટા કર્યા હોવાનો આરોપ છે. કંપનીએ જોહુકમી કરી કામદારોને બહાર કાઢી મુકી દીધા હતા. ભારે હોબાળાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો : Gandhinagar : મિશન 2024 માટે પ્રદેશ ભાજપની તૈયારીઓ શરૂ, CM નિવાસસ્થાને 2 દિવસ ચાલશે બેઠક
મળતી માહિતી અનુસાર કામદારોને કોઈ પણ નોટિસ આપ્યા વગર 300 કારીગરોને છુટા કરવામાં આવ્યા છે. તમામ કામદારોનો હિસાબ કર્યા બાદ કામદારોને છુટા કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં કામદારોને આગામી સમયમાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવી સંભાવના છે. કામદારોની માગ છે કે તેમને પાછા નોકરી પર રાખવામાં આવે.
સિન્ટેક્સને તેના ખોવાયેલો ગૌરવ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે
વેલસ્પનના પ્રવક્તાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, “IBC હેઠળ ક્લીન સ્લેટનો સિદ્ધાંત અમને અસરકારક વ્યૂહરચનાઓ અમલમાં મૂકવાની અને સિન્ટેક્સની કામગીરી સુધારવાની સાથે બજાર હિસ્સાને વધારવાની ઉત્તમ તક પૂરી પાડે છે. વેલસ્પન તેમના કર્મચારીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. જો કે, બજારની વર્તમાન સ્થિતિ કંપનીની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચને નિયંત્રિત કરવા માટે આવશ્યક નિર્ણયોની જરૂરિયાત છે. જે સિન્ટેક્સને તેના ખોવાયેલો ગૌરવ પુનઃપ્રાપ્ત કરવામાં અને બજાર હિસ્સાને પુનઃ હાંસિલ કરવામાં મદદ કરશે.”
( વીથ ઈનપુટ – હિંમાશુ પટેલ )
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
