Gandhinagar : પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 1179 કર્મચારીઓને મળશે લાભ

Gandhinagar:પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. આ આંતરરાજ્ય જિલ્લા ફેરબદલીનો લાભ તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ગ્રામ સેવક સહિતની કૂલ 22 જેટલા સંવર્ગની જગ્યાઓ માટે 1179 કર્મચારીઓને મળશે.

Gandhinagar : પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 1179 કર્મચારીઓને મળશે લાભ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 20, 2023 | 10:38 PM

Gandhinagar: રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4 નાં 1179 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીની કાર્યવાહીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મંજૂરીની મહોર મારી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના  નેતૃત્વમાં વહીવટમાં ટ્રાન્સપરન્સી અને એફિશિયન્સીને વેગવંતી બનાવવાના વિઝન સાથે ઓનલાઇન, ફેસલેસ અને ટ્રાન્સપરન્ટ એવી આ બદલી પ્રક્રિયાનો અભિગમ પંચાયત વિભાગે પ્રથમવાર અપનાવ્યો છે.

આંતર જિલ્લા ફેરબદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

આવી આંતર જિલ્લાઓની બદલીઓ માટેની અરજીઓમાં જેમને અગ્રતા આપવામાં આવી છે તેમાં દિવ્યાંગ કર્મચારીઓને, પતિ-પત્નીની નોકરીના કિસ્સામાં પતિ અથવા પત્નીએ જે જિલ્લામાં આંતર જિલ્લા ફેરબદલીથી જવા માટે અરજી કરી હોય તે જ જિલ્લામાં તેમના પતિ અથવા પત્ની ફરજ બજાવતાં હોય તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જે કર્મચારીને પોતાને અથવા તેના પરિવારમાં માતા-પિતા, પતિ-પત્ની, બાળકોને કેન્‍સર હોય, કિડની ડાયાલીસીસ કરાવવું પડતું હોય, છેલ્લાં બે વર્ષ દરમિયાન ઓપન હાર્ટ સર્જરી-વાલ્વની સર્જરી કરાવી હોય, થેલેસેમીયાની સારવાર ચાલતી હોય કે ક્ષય, રક્તપિત્ત, ચિલ્ડ્રન વીથ સ્પેશિયલ નીડ જેવી બાબતો ધરાવનારાં કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પંચાયત સંવર્ગની વિવિધ 22 કેડરને મળશે લાભ

આ આંતર જિલ્લા ફેરબદલીનો લાભ તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, અને ગ્રામ સેવક સહિતની કુલ 22 જેટલા સંવર્ગની જગ્યાઓ માટે 1179 કર્મચારીઓને મળશે. આવી આંતર જિલ્લા ફેરબદલીમાં યોગ્ય કર્મચારીઓને લાભ મળે તેમજ કોઈ ગેરરીતિને અવકાશ ન રહે તેવા કર્મયોગી હિતકારી અભિગમ સાથે પંચાયત વિભાગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવી આંતર જિલ્લા ફેરબદલીની સમગ્ર પ્રક્રિયાનો પ્રથમ રાઉન્‍ડ પૂર્ણ થયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકોની સુવિધા-સુખાકારી સાથે સીધા સંકળાયેલા આ પંચાયત સેવાના કર્મયોગીઓની આંતર જિલ્લા બદલીઓને પરિણામે જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી ન રહે, અસંતુલન ન થાય તેમજ જરૂરિયાત મુજબનું માનવ બળ મળી રહે તેવો એપ્રોચ રાખવા પણ પંચાયત વિભાગને પ્રેરિત કર્યો છે.

1179 કર્મચારીઓની ઇન્‍ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મંજૂરીની મહોર

પંચાયત વિભાગે મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનોને પગલે ભરતી પ્રક્રિયા કેલેન્ડર વધુ સુગ્રથિત બનાવ્યું છે. આ કેલેન્‍ડર મુજબ તારીખ 15 ઓક્ટોબર 2023 સુધીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રી સંવર્ગની 3437 જગ્યાઓની સીધી ભરતી માટે ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોની, જુનિયર ક્લાર્ક સંવર્ગની 1181 જગ્યાઓની સીધી ભરતી માટે ફાઇનલ લિસ્ટમાં પસંદગી પામેલા ઉમેદવારોની અને 81 ગ્રામ સેવકોની ભરતી અંગેની જિલ્લા પસંદગી કાર્યવાહી સહિતની સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવાશે.

આ પણ વાંચો: Gujarat Video : ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો, રાજ્ય પોલીસ વડાના આદેશને ઘોળીને પી ગયા વડોદરાના પોલીસકર્મીઓ, નિયમોનો છડેચોક ભંગ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે પંચાયત સંવર્ગમાં જરૂરી માનવ બળની ઉપલબ્ધિ વધુ સરળ અને સમયસરની બનશે એટલું જ નહીં, આંતર જિલ્લા ફેરબદલીની ઓનલાઇન પ્રક્રિયાને પરિણામે કર્મચારીઓને પોતાની પસંદગીના જિલ્લામાં કામ કરવાની તક મળવાથી કાર્યક્ષમતા અને કામની ગુણવત્તામાં પણ વૃદ્ધિ થશે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">