Gandhinagar: દહેગામના ખેડૂતે આર્થિક સંકડામણના પગલે કર્યો આપઘાત, મૃતકના ખિસ્સામાં મળી સુસાઈડ નોટ, જુઓ Video

Gandhinagar: દહેગામના ખેડૂતે આર્થિક સંકડામણના પગલે કર્યો આપઘાત, મૃતકના ખિસ્સામાં મળી સુસાઈડ નોટ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 7:22 AM

ગાંધીનગરના દહેગામમાં એક ખેડૂતે આર્થિક ભીંસમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. મૃતક પાસે એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં 5 જમીન દલાલના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

Farmer Suicide : ગાંધીનગરના દહેગામમાં એક ખેડૂતે આર્થિક ભીંસમાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હોવાની ઘટના સામે આવી છે. મૃતક પાસે એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં 5 જમીન દલાલના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ, તો દહેગામના શિવમ બંગલોઝ ખાતે રહેતા જશવંત પટેલ નામના 50 વર્ષીય ખેડૂતે ઘરમાં જ દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લીધો. જો કે ઘટના બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

આ પણ વાંચો : Gandhinagar: માણસાને અમિત શાહે આપી કરોડોના વિકાસકામોની ભેટ, વિપક્ષી ગઠબંધનને ગણાવી 12000 કરોડના ગોટાળા કરનારી ટોળકી

પરંતુ હોસ્પિટલના તબીબે ખેડૂતને મૃત જાહેર કરી દીધા હતા. અચાનક આ રીતે મોતને વ્હાલું કરી લેતા ઘરમાં માતમ છવાઇ ગયો અને પરિવારજનો સહિત સંબંધીઓ એકત્ર થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે, મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં ખેડૂતે 5 જમીન દલાલોના નામનો ઉલ્લેખ કર્યો છે.

સુસાઇડ નોટમાં અંતિમ આક્ષેપ

તેમાં લખ્યું છે, કે દલાલોને જમીન વેચવા આપી હતી, પરંતુ જમીન વેચ્યા બાદ દલાલોએ પૂરા પૈસા ન આપ્યા. જેથી ઘરમાં આર્થિક સંકડામણ વેઠવાનો વારો આવ્યો હતો. જેના કારણે આપઘાતનું પગલું ભર્યું છે. હાલ, પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધીને કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">