Narmada: નર્મદા નદીના કાંઠે શિવાલયે લીધી જળ સમાધિ, દ્રશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ Video
Monsoon 2023 : નર્મદા ખાતે પાણીના પ્રવાહમાં શિવાલયે જળસમાધી લીધી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હાજર લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા છે. નર્મદા નદીના કાંઠે આવેલ શિવાલયે જળ સમાધિ લીધી. ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
નર્મદા નદીના કાંઠે આવેલ શિવાલયે જળ સમાધિ લીધી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાણીના પ્રવાહમાં શિવાલયે જળસમાધી લીધી છે. હાજર લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. વરસાદને કારણે સમગ્ર આહલાદક વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર દ્રશ્યો છે આ શિવાલયના તે કેમેરામાં કેદ થયા છે.
આ પણ વાંચો : સોમવારે નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરનું જાહેરનામુ, જુઓ Video
મહત્વનુ છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. આ વર્ષે પ્રથમ વખત નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. જો કે નર્મદા નદીમાં નીર વધતા આસપાસના ગામોની સ્થિતિ વિકટ બની છે. આસપાસના ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. સ્થિતિ એવી છે કે વરસાદ અને નર્મદાના પાણીના કારણે કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયા છે.

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
