TV9 Impact: મેઢાસણ પ્રાથમિક શાળાએ અધિકારીઓ પહોંચ્યા, વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ, જુઓ વીડિયો
મોડાસા તાલુકાના મેઢાસણની પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં હોવા છતાં જીવના જોખમે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની મજબૂરી હોવાનું સામે આવ્યું હતુ. વરસાદમાં વર્ગખંડના ઓરડાઓમાં પાણી ટપકતા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતા. આ અંગે TV9 દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણની પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં હોવા છતાં જીવના જોખમે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની મજબૂરી હોવાનું સામે આવ્યું હતુ. વરસાદમાં વર્ગખંડના ઓરડાઓમાં પાણી ટપકતા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતા. આ અંગે TV9 દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેને લઈ સ્થાનિક અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતનાઓએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ તુરત જ બાળકોને અન્ય વૈકલ્પિક સ્થળે અભ્યાસની સુવિધા ઉભી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મેઢાસણની શાળાના 11 જેટલા ઓરડાઓ જર્જરીત હોવાનું માર્ગ અને મકાન વિભાગે પણ અગાઉ રિપોર્ટ આપ્યો હતો. જોકે હવે બાળકો માટે સુરક્ષિત સ્થળે અભ્યાસની હંગામી વ્યવસ્થા કરવામાં આવી છે.
આવી જ રીતે મહેસાણાની સતલાસણાની ખોડામલી પ્રાથમિક શાળાની સ્થિતિ પણ આવી છે. અહીં શાળામાં વરસાદી પાણી ભરાઈ જવાને લઈ વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા હતા.