પરશોત્તમ રુપાલાએ કેમ એવુ કહ્યું કે, મારે હવે એમા કોઈના હાથા-પાનુ…..કોઈના નામ જોડીને નવી સ્કીમમાં જોડાવું નથી, જુઓ વીડિયો
રુપાલાનો સ્ફોટક ઈન્ટરવ્યું : લોકસભાની રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ, ટીવી9 ના પાંચ એડિટર્સ કાર્યક્રમમાં ક્ષત્રિય આંદોલન સહીતના અનેક મુદ્દે વાત કરી હતી. જૂઓ આ ખાસ કાર્યક્રમનો વીડિયો
લોકસભાની રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ, ટીવી9 ના પાંચ એડિટર્સ કાર્યક્રમમાં ક્ષત્રિય આંદોલન સહીતના અનેક મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મને તમામ વર્ગ અને સમાજમાંથી ટેકો મળ્યો છે. ચૂંટણીના સમયે મારા નિવેદને વિવાદ સર્જ્યો. ચૂંટણીના સમયમાં ચાલકબળ નિશ્ચિત હોય છે. આવા માહોલમાં રાજકીય અકસ્માત કેવી રીતે સર્જાય તે દિશામાં ચાલકબળ કામ કરતું હોય છે. ચૂંટણી સિવાયના માહોલમાં આ ઘટના બની હોત તો જૂદા એંગલથી એની ચર્ચા ચાલતી હોત. જૂદા એંગલના આધાત-પ્રત્યાધાત આવ્યા હોત. વિપક્ષને તેના અધિકારો છે એમ પણ હુ માનુ છુ.
જ્યારે રુપાલાને પુછવામાં આવ્યું કે, ચૂંટણીના માહોલમાં તુલ પકડી ચૂકેલા તમારા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિયો કોઈનો હાથો બન્યા છે ? ત્યારે રૂપાલાએ કહ્યું કે, મારે હાથા-પાનુ એના નામ જોડીને મારે નવી સ્કીમમાં જોડાવાનો કોઈ અર્થ નથી.