Kutch Rain : ભચાઉમાં ખેતરમાં ફસાયેલા 3 વ્યક્તિનું કરાયું રેસ્ક્યૂ , જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખાંડેક ગામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ખાંડેક ગામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. જેમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ NDRF અને SDRFની બે-બે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
પાણીના પ્રવાહમાં ફસાયેલા પરિવારના સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત, સ્થાનિક યુવાનોએ પણ જીવ જોખમમાં મૂકીને મહિલાઓ અને બાળકોને દોરડા વડે બચાવ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકાર
બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘણા ગામો જળમગ્ન થઈ ગયા હતા અને લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. આ કુદરતી આફતના કારણે વ્યાપક નુકસાન થયું હતું. જોકે, આજે સવારથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
