અમરેલી વીડિયો : કુકાવાવના સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ, પોલીસ ફરિયાદ કરતા આરોપી ફરાર
અમરેલીમાં કુકાવાવના સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બ્યુટી પાર્લર ચલાવતી પરીણિતા સાથે કુકાવાવના સરપંચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. તેમજ સંજય લખાણી ઉર્ફ નિવૃત સામે ગુનો નોંધાયો છે.
અમરેલીમાં કુકાવાવના સરપંચ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બ્યુટી પાર્લર ચલાવતી પરીણિતા સાથે કુકાવાવના સરપંચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. તેમજ સંજય લખાણી ઉર્ફ નિવૃત સામે ગુનો નોંધાયો છે. સરપંચ સોશિયલ મીડિયા દ્વારા પરીણિતાના સંપર્કમાં આવ્યો હતો. ધારીના ખાનગી રિસોર્ટમાં લઈ જઈને સરપંચે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યુ છે.
પરીણિતા સાથે દુષ્કર્મ આચરી નિવસ્ત્ર હાલતમાં ફોટા પાડ્યા હતા. સરપંચએ ફોટા વાયરલ કરવાની ધમકી આપી ચાર વાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. તેમજ પોલીસ ફરિયાદ બાદ સરપંચ ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર સરપંચને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ આ અગાઉ અમદાવાદના ભાડજ વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સર્જાઈ હતી. ભાડજ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલતુ હતુ.જેમાં કડીયા કામ કરતા શ્રમિકે એક બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. યુવકે બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની સાથે ઉપાડી ગયો હતો અને તેને ઝાડીઓમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ.