‘રામ’ના નામે અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસને રામ રામ, જુઓ રાજીનામા બાદ શું કહ્યું

મલ્લિકાર્જુન ખડગેને રામ મંદિરનું કારણ આગળ કરી રાજીનામું મોકલી દીધું છે. ત્યારે આગામી સમયમાં અર્જુન મોઢવાડિયા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. લોકસભા પહેલા કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ થઈ રહ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડીયાએ રાજીનામાનો પત્ર મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો હતો.

Narendra Rathod
| Edited By: | Updated on: Mar 04, 2024 | 6:27 PM

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત કોંગ્રેસના એક બાદ એક નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આજે એક જ દિવસમાં કોંગ્રેસને એકસાથે બે-બે ફટકા લાગ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો હાથ અને સાથ છોડી દીધો છે. તો બીજી તરફ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને વિધાનસભા અધ્યક્ષને મળી ધારાસભ્ય પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

મલ્લિકાર્જુન ખડગેને રામ મંદિરનું કારણ આગળ કરી રાજીનામું મોકલી દીધું છે. ત્યારે આગામી સમયમાં અર્જુન મોઢવાડિયા ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. લોકસભા પહેલા કોંગ્રેસમાં એક બાદ એક ભંગાણ થઈ રહ્યું છે. ત્યારે અર્જુન મોઢવાડીયાએ રાજીનામાનો પત્ર મલ્લિકાર્જુન ખડગેને મોકલ્યો હતો.

આ પત્રમાં તેમણે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં નહીં જવાનો કોંગ્રેસના નિર્ણયને અયોગ્યો ગણાવ્યો હતો અને કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠામાં ના જઈ કોંગ્રેસે કરોડો ભારતીયોની લાગણી દુભાવી હતી. કોંગ્રેસ એક પાર્ટી તરીકે લોકોની લાગણીઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ નીવડી છે.

જ્યારથી મેં અસહમતી દર્શાવી ત્યારથી કોંગ્રેસના અનેક નેતાઓએ મારી જેમ નારાજગી દર્શાવી હતી. ઘણા દિવસોથી હું મારા વિસ્તારના લોકોને મદદરૂપ થવામાં અસક્ષમ અનુભવી રહ્યો હતો. મારુ જીવન જે પાર્ટીને આપ્યું તે છોડવા બદલ દુઃખ અનુભવી રહ્યો છું.

આ પણ વાંચો Breaking News : કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">