નિહાળો : ભાદર-1 ડેમનો આકાશી નજારો, ડેમ 85 ટકા ભરાયો

સૌરાષ્ટ્ર નો બીજા નંબરનો ભાદર-1 ડેમ ઓવરફલો થવામાં માત્ર 1.80 ફૂટ બાકી છે. આ ડેમ 85 ટકા ભરાયો છે અને ગમે તે સમયે છલકાય શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 2:38 PM

સૌરાષ્ટ્ર(Saurashtra) નો બીજા નંબરનો ભાદર-1 ડેમ(Bhadar Dam) પાણીથી ભરપુર થતા ડેમનો આકર્ષક આકાશી નજારો સામે આવ્યો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ભાદર-1 ડેમની જળસપાટી 34 ફૂટમાંથી 32.20 ફૂટે પહોંચતા ડેમ ઓવરફલો થવામાં માત્ર 1.80 ફૂટ બાકી છે. આ ડેમ 85 ટકા ભરાયો છે અને હજુ ડેમમાં 500 ક્યુસેક પાણીની આવક શરૂ છે ત્યારે ગમે તે સમયે ડેમ છલકાય શકે છે.

જેથી ભાદર-1 ડેમ નીચે આવેલા 22 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં ગોંડલ તાલુકાના 5, જેતપુરના 12, જામકંડોરણાના 2 અને ધોરાજીના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજકોટ વાસીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે.હાલ આજી-1 ડેમ 29 ફૂટની ભયજનક જળ સપાટીએથી વહી રહ્યો છે.આજી-1 ડેમ છલકાતા રાજકોટ વાસીઓની ખુશી પણ છલકાઇ અને જળસંકટના વાદળો હવે રાજકોટના માથેથી દૂર થયા છે.

આજી-1 ડેમ ઓવરફ્લો થતા જ રાજકોટમાં પીવાના પીણીની હવે કોઇ જ તકલીફ નહીં પડે.મહત્વનું છે કે ડેમ તળીયાઝાટક થતા પીવાના પાણીની ભારે તંગી સર્જાઇ હતી અને રાજકોટના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા.

આ દરમ્યાન ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેને અડીને આવેલા ઉત્તરપ્રદેશ પર લોપ્રેશર સક્રિય થયું છે. તેમજ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ બંને સિસ્ટમની અસર હેઠળ ઉત્તર ગુજરાતના પંચમહાલ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આ  પણ  વાંચો : Good News : ગુજરાતમાં મોસમનો કુલ 73. 95 ટકા વરસાદ નોંધાયો, હજુ પણ ભારે વરસાદની આગાહી

આ  પણ  વાંચો :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા બેઠક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">