ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઝડપથી હાથ ધરવા બેઠક

અમદાવાદ સર્કિટ હાઉસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધી આશ્રમના રીડેવલેપમેન્ટને લઈને મહત્વની બેઠક મળી રહી છે. જેમાં આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરાવવા મુદ્દે થશે ચર્ચા કરવામાં આવનારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 12:12 PM

ગુજરાત(Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) રવિવારે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ( Gandhi Asharm Redevelopement) પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરશે. જેમાં અમદાવાદ સર્કિટ હાઉસમાં સીએમની મહત્વની બેઠક મળી રહી છે.

જેમાં આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરાવવા મુદ્દે થશે ચર્ચા કરવામાં આવનારી છે. આ બેઠકમાં બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કે.કૈલાશનાથન, ઓએસડી, આઈ.કે. પટેલ હાજર રહેશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના સબંધિત તમામ અધિકારીઓ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારને રૂપિયા 273 કરોડના ખર્ચે ડેવલપ કરવાો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે અને આ અંગેની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને સોંપાઈ છે. આ સમગ્ર કામગીરી ડિઝાઈન અને તેના અમલીકરણ માટે કન્સલ્ટન્ટ નીમવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે.

જેમાં આશ્રમની આસપાસના વિસ્તારના લેવલીંગમાં 6થી 7 મીટરનો મોટો તફાવત છે. એટલે જમીન સમથળ કરવા પીરાણાના કચરાના ટેકરો બાયો માઈનીંગ થાય છે, તેમાંથી નીકળતી માટીની પુરાણ કરવામાં આવશે.સરકારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વેગ આપવા ખેડાના નિવૃત્ત કલેકટર આઈ. કે. પટેલની નિયુક્તિ કરી છે.

આ ઉપરાંત ગાંધીજીના સિદ્ધાંતો માટે કામ કરતી ત્રણ સંસ્થાને કેન્દ્રની ભાજપ સરકારે નોટિસ આપીને જમીન અને મકાનો ખાલી કરી દેવા નોટિસ આપી દેવામાં આવી છે. અહીં 200 જેટલાં કુટુંબોને વિસ્થાપિત કરીને અન્ય સ્થળે વસાવવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દિવ્યાંગોને સરકારી ભરતીઓમાં 4 ટકા અનામત અપાશે

આ પણ વાંચો : Ahmedabad : વૈષ્ણોદેવી મંદિરમાં થઈ ચોરી, તસ્કરોએ ગર્ભગૃહનું તાળું તોડીને 3.86 લાખની ચોરી કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">