રાજકોટમાં પાણી માટે પારાયણ ! 1 થી 3 જાન્યુઆરી સુધી આ વોર્ડમાં નહી આવે પાણી, જુઓ વીડિયો

રાજકોટમાં પાણી માટે પારાયણ ! 1 થી 3 જાન્યુઆરી સુધી આ વોર્ડમાં નહી આવે પાણી, જુઓ વીડિયો

Mohit Bhatt
| Edited By: | Updated on: Jan 01, 2024 | 9:50 AM

રાજકોટમાં ભર શિયાળે પાણીકાપ મુકવાની સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ શહેરમાં આજથી 3 દિવસ અનેક વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવશે. 1 જાન્યુઆરીએ એટલે કે આજે વોર્ડ 1,2,3 અને 9માં પાણીકાપ રહેશે.

રાજકોટમાં 1 થી 3 જાન્યુઆરી સુધી 17 વોર્ડમાં પાણીકાપ રહેશે. તો 1 જાન્યુઆરીએ વોર્ડ 1,2,3 અને 9માં પાણીકાપ રહેશે. તો 2 જાન્યુઆરીએ 7,9,10,12,14,17 અને 18માં પાણીકાપ રહેશે. જ્યારે 3 જાન્યુઆરીના રોજ 2,3,4,8,11 અને 13માં પાણીકાપ રહે તેવી સંભાવના છે. તો પમ્પિંગ સ્ટેશનની સફાઈ અને રિપેરીંગના કારણે પાણીકાપ મુકવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

તો બીજી તરફ રાજકોટના ધોરાજી શહેરના વોર્ડ નંબર 6માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દુષિત છે. અને વળી તે ભયંકર દુર્ગંધ પણ મારે છે.આ સ્થિતિ માત્ર આજકાલની નથી.છેલ્લા 6 મહિનાથી પાલિકા દ્વારા આવું દુષિત પાણી જ લોકોને અપાઇ રહ્યું છે. પરંતુ આ પાણી એટલું ગંદુ છે કે તે પીવા માટે તો ઠીક, વાપરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ નથી.જેના કારણે મહિલાઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">