Botad: 81 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારનારો ઝડપાયો, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચી લીધો, જુઓ Video
પાળીયાદ ગામના સરકારી ગોડાઉન નજીક રહેણાંક મકાનમાંથી 81 વર્ષીય વૃદ્ધાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધાનું મોત શંકાસ્પદ જણાતા તેમના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો
Botad: 81 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ કરી હત્યા કરનારા નરાધમને પોલીસે પકડી પાડ્યો છે. બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આ ઘૃણાસ્પદ ઘટના બની હતી. જ્યાં વૃદ્ધાના જ ઘરમાં ઘુસી આરોપી હરેશ ગાબુએ પહેલા દુષ્કર્મ આચર્યું. જે બાદ વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરી નાખી. જે બાદથી આરોપી ફરાર હતો. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો. આરોપી હરેશ ગાબુને પોલીસે પાળિયાદ ગામના વાડી વિસ્તારમાં પકડી પાડ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવી ઘરઘાટીએ ચલાવી લૂંટ, જુઓ Video
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં આવેલા સરકારી ગોડાઉન નજીક એક મકાનમાંથી 81 વર્ષની વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ગામમાં જ રહેતા એક શખ્સ દ્વારા વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. હાલ તો પોલીસે ગણતરીના કલાકોમાં જ ગામમાંથી આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધાનું મોત શંકાસ્પદ જણાતા તેમના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યા બાદ તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ.
બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
