રાજકોટમાં વૃદ્ધાને બંધક બનાવી ઘરઘાટીએ ચલાવી લૂંટ, જુઓ Video
રાજકોટમાં વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે ઘરકામ માટે રાખેલી નેપાળી મહિલાએ ઘર માલિકને બાથરૂમમાં પૂરીને અન્ય એક શખ્સ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના બની છે.
Rajkot: વૃદ્ધાને બંધક બનાવી ઘરઘાટીએ જ લૂંટ ચલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નેપાળી ઘરઘાટીએ 3 લાખની રોકડ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી છે. ઈન્દિરા સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. આ વિસ્તાર શહેરનો પોશ વિસ્તાર ગણાય છે. અહીં વૃદ્ધા ઘરે એકલા હતા, ત્યારે ઘરકામ માટે રાખેલી નેપાળી મહિલાએ બાથરૂમમાં પૂરીને અન્ય એક શખ્સ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો : RMCએ લીધેલા કપાસિયા તેલના નમૂના થયા ફેલ, કપાસિયા તેલમાં પામોલીન તેલની ભેળસેળ, જુઓ Video
સાથે જ મહિલાને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને કમિશનર, DCP અને ACP સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ આ પ્રકારના બનાવો સામે આવ્યા છે. પોલીસ દ્વારા કાર્યાવહી કરવામાં આવી રહી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. CCTV દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
