AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પશ્ચિમ વિસ્તારમાં ઠગ દંપતીનો તરખાટ, હિપ્નોટાઇઝ કરી વેપારીઓ પાસેથી રૂપિયા સહિતની ચીજવસ્તુઓની કરી લૂંટ, જુઓ Video

Ahmedabad : પશ્ચિમ વિસ્તારમાં ઠગ દંપતીનો તરખાટ, હિપ્નોટાઇઝ કરી વેપારીઓ પાસેથી રૂપિયા સહિતની ચીજવસ્તુઓની કરી લૂંટ, જુઓ Video

Harin Matravadia
| Edited By: | Updated on: Jun 01, 2023 | 9:37 PM
Share

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ઠગ દંપતીનો તરખાટ સામે આવ્યો છે. બોપલ, ઘુમા, મણિપુરમાં વેપારીઓને હિપ્નોટાઇઝ કરીને તેમને લૂટવાની ઘટના સામે આવી છે. આ દંપતીએ મણિપુર ગામના વેપારી સાથે કરેલી ઠગાઇની ઘટના CCTVમાં કેદ થઈ છે.

Ahmedabad: ચપ્પુની અણીએ ચલાવાતી લૂંટ થઈ હોવાનું તમે સંભાળ્યું હશે પરંતુ આજકાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક એવી ગેંગ સક્રિય છે, જે હિપ્નોટાઇઝ કરીને લૂંટ ચલાવે છે અને આ ગેંગમાં અન્ય કોઇ નહીં પરંતુ બંટી-બબલી એટલે કે ઠગ દંપતી સામેલ છે. અમદાવાદના બોપલ, ઘુમા, મણિપુરમાં આ ઠગ દંપતીએ રીતસર તરખાટ મચાવ્યો છે અને આ ગામોમાં વેપારીઓને હિપ્નોટાઇઝ કરીને લૂંટી લીધા છે. ઠગ દંપતી વેપારીની દુકાનમાં પ્રવેશે છે અને ‘દુબઇથી આવ્યા છીએ તેવુ કહીને કરન્સી બતાવાના બહાને વેપારીને હિપ્નોટાઇઝ કરે છે. વેપારી હિપ્નોટાઇઝ થઇ ગયા બાદ તેની પાસેથી રૂપિયા સહિતની ચીજવસ્તુઓ લૂંટી લે છે.

આ પણ વાંચો : ચોમાસા પહેલા AMCનો પ્રી-મોન્સુન પ્લાન- શહેરના કુલ 149 રોડની કરાશે કામગીરી

ઠગ દંપતીના આવા જ કારસ્તાનનો શિકાર મણિપુર ગામના વેપારી બન્યા છે. ઠગ દંપતી વેપારીની દુકાનમાં પ્રવેશ્યા અને ડોલર બતાવવાના નામે વેપારીને હિપ્નોટાઇઝ કરીને ગલ્લામાંથી રૂપિયા 23 હજાર રોકડા લૂંટી લીધા. મણિપુરના વેપારી સાથેની લૂંટની ઘટના CCTVમાં કેદ થઇ છે. ઠગ દંપતી લૂંટ કરીને ફરાર થઇ ગયા બાદ વેપારી હોશમાં આવે છે અને તેની સાથે લૂંટ થઇ હોવાની જાણ થાય છે. હાલ આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 01, 2023 07:39 PM
g clip-path="url(#clip0_868_265)">