RAJKOT: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.com પેપર લીક કેસમાં પેપર કરાયું રદ, અત્યાર સુધી 8ની ધરપકડ, સૂર્યા ઓફસેટનું કનેકશન ખુલ્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 3માં અંદાજિત 18000 વિદ્યાર્થીઓ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ ત્રીજી વખત પેપર લીકની ઘટના સામે આવી છે. આ પહેલાં વર્ષ 2014 બીસીએ, 2016માં બીએસસી કેમેસ્ટ્રીનું પેપર લીક થયું હતું. જયારે ગઈ કાલે બીકોમ સેમ-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 1:34 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ ( B.com) સેમ-3નું પેપર લીક થવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ પેપર લીક (Paper leak) કેસમાં (Babara) બાબરાની કોલેજ શંકાના ઘેરામાં આવી છે અને યુનિવર્સિટીએ (Saurastra University) બાબરા કોલેજના એક ક્લાર્ક સહિત કુલ 8 શખ્સોની અટકાયત કરી છે. તો બીજી તરફ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગામી પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમેસ્ટર 3માં અંદાજિત 18000 વિદ્યાર્થીઓ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ ત્રીજી વખત પેપર લીકની ઘટના સામે આવી છે. આ પહેલાં વર્ષ 2014 બીસીએ, 2016માં બીએસસી કેમેસ્ટ્રીનું પેપર લીક થયું હતું. જયારે ગઈ કાલે બીકોમ સેમ-3નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયું હતું.

સૂર્યા ઓફસેટનું કનેકશન ખુલ્યું

હેડ ક્લાર્કના પેપરકાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફૂટવાના કેસમાં પણ સૂર્યા ઓફસેટનું કનેક્શન બહાર આવ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર પણ સૂર્યા ઓફસેટમાં જ છપાયા હતા.આ અંગે માહિતી આપતા કુલપતિએ કહ્યું કે યુનિવર્સિટીના પેપર પણ સૂર્યા ઓફસેટમાં જ છપાયા હતા.જો સૂર્યા ઓફસેટ બ્લેક લિસ્ટ થયેલી હશે તો આગામી સમયમાં કાર્યવાહી થશે.સૂર્યા ઓફસેટને પ્રિન્ટિંગ કામ ન મળે તે પ્રકારની કાર્યવાહી કરાશે.

સૌરાષ્ટ્ર યુનિ.ની બી.કોમ. સેમેસ્ટર 3ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર પણ ‘લીક’ થયાની ફરિયાદ સાથે ‘આપ’ ના સ્થાનિક આગેવાનો દ્વારા કુલપતિને રજુઆત કરવામાં આવી હતી. રાત્રીના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ અંગે કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, પેપર લીક થવાને પગલે અર્થશાસ્ત્રની પરીક્ષા રદ કરાઈ છે. હવે 3 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓએ જે પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપી હતી ત્યાં જ ફરી પરીક્ષા આપી શકશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ આપેલ ફરિયાદના આધારે યુનિવર્સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં યુનિવર્સીટીને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSSએ આપેલ વૉટ્સએપના સ્ક્રીનશોટના આધારે ગ્રુપમાં પેપર મુકનારની તપાસ હાથ ધરી હતી જે બનાવની ગંભીરતા આધારે ત્વરિત તાપસ હાથ ધરી રાત્રી દરમિયાન જ પોલીસે 8 જેટલા શકમંદોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : VADODARA : કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાયા, મોત માટે જવાબદાર કોણ ?

આ પણ વાંચો :  Online Education: એડ-ટેક કંપનીઓથી સાવધાન, શિક્ષણ મંત્રાલયે વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">