Online Education: એડ-ટેક કંપનીઓથી સાવધાન, શિક્ષણ મંત્રાલયે વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી
Online Education: સરકારે વધતી જતી એડ-ટેક કંપનીઓ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે અને તેમને સાવચેત રહેવા જણાવ્યું છે.
Online Education: સરકારે વધતી જતી એડ-ટેક કંપનીઓ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે અને તેમને સાવચેત રહેવા જણાવ્યું છે. જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, શિક્ષણના ક્ષેત્રમાં ઓનલાઈન મોડે અભ્યાસક્રમ, ટ્યુટોરિયલ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ વગેરે ઓફર કરવાનું શરૂ કર્યું છે. જેના માટે કંપનીઓ દ્વારા ઘણી ઑફર્સ આપવામાં આવી રહી છે.
જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં (Advisory) કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન કન્ટેન્ટ અને એડ-ટેક કંપનીઓના હોસ્ટ દ્વારા આપવામાં આવતા કોચિંગની પસંદગી કરતી વખતે સાવચેત રહો. સરકારે ધ્યાન દોર્યું છે કે, કેટલીક એડ-ટેક કંપનીઓ માતા-પિતાને મફત સેવાઓ આપવા માટે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (electronic fund transfer,EFT) કરવા લલચાવી રહી છે. આ માટે ખાસ કરીને નબળા પરિવારોને નિશાન બનાવવામાં આવે છે.
વિચાર્યા વગર પૈસા ટ્રાન્સફર ન કરો
સરકારી એડવાઈઝરીએ સબ્સ્ક્રિપ્શન ફીની ચુકવણી માટે ડેબિટ વિકલ્પ ટાળવાની સલાહ આપી છે. કારણ કે, આ કંપનીઓ ફ્રી પ્રીમિયમ બિઝનેસ મોડલ (companies free premium business) ઓફર કરી શકે છે જે શરૂઆતમાં મફત લાગે છે, પરંતુ જો તેઓ આગળ વધે છે, તો તેઓ ફી માંગે છે. તેથી આપેલ વિકલ્પો ધ્યાનથી વાંચો. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, જો તમને લાગે છે કે તમે આ સેવાનો મફતમાં લાભ લઈ રહ્યા છો, તો તે તમને ખોટી માહિતી આપી રહ્યું છે, આ ફક્ત ઉપભોક્તાને મૂર્ખ બનાવવા માટે કરવામાં આવે છે. ઉપરાંત, માતા-પિતાએ બાળકને એપમાંની વિશેષતાઓથી વાકેફ કરાવવું જોઈએ જે વધુ ખર્ચને પ્રોત્સાહિત કરે છે.
Given the pervasive impact of technology in education, a detailed advisory to parents, students & other stakeholders has been issued regarding the use of caution while dealing with Ed-tech companies. To know more, click : https://t.co/JX79HJkcbn@PIB_India @PIBHRD
— Ministry of Education (@EduMinOfIndia) December 23, 2021
બેંકની વિગતો આપશો નહીં
વાલીઓ અને વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ કોઈપણ પ્રકારની લોન માટે સાઇન અપ ન કરે અને સભ્યપદ માટે એપ્સ પર ક્રેડિટ/ડેબિટ કાર્ડથી નોંધણી ટાળે. તમારા બેંક ખાતાની વિગતો અને OTP નંબર જેવી કોઈપણ માહિતી આપશો નહીં. ઉપરાંત, એડ-ટેક પ્લેટફોર્મને (Ed-Tech Platform) આપવામાં આવતી સેવાઓના સંબંધમાં કરવામાં આવેલા દાવાઓથી સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
એડ-ટેક કંપનીઓમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાથી, આ કંપનીઓ સાથે કોઈપણ પ્રકારની જવાબદારી અટકાવવા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોરોનાના સમયગાળા દરમિયાન વધી રહેલા ડિજિટલ પ્રભાવોને ધ્યાનમાં રાખીને, ઓનલાઈન જાહેરાતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, આ છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને, સરકારે સાવચેતી રાખવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ