Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking: રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી ઝડપાયો, બનાસકાંઠા પોલીસના હાથે લગ્યો ધવલ ઠક્કર, જુઓ વીડિયો

Big Breaking: રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી ઝડપાયો, બનાસકાંઠા પોલીસના હાથે લગ્યો ધવલ ઠક્કર, જુઓ વીડિયો

| Updated on: May 28, 2024 | 8:41 PM

રાજકોટ અગ્નિકાંડનો આરોપી ધવલ ઠક્કર ઝડપાયો છે. LCBએ આબુ રોડ પરથી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે. આરોપીને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે. મહત્વનું છે કે કુલ 6 આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. જેમાંથી 3 આરોપી અગાઉ ઝડપાયા હતા અને વધુ એક આરોપી આબુ રોડ થી ઝડપાયો છે.

ગેમઝોનની ઘટના જેમ જેમ કલાકો વીતી રહ્યા છે તેમ તેમ વધુ ને વધુ પીડાદાયક બની રહી છે. ઘટના ઘટી ત્યારે પીડિત પરિવારોએ પોતાના સ્વજનને ગુમાવવાનો માર સહન કર્યો. આટલુ જાણે કે પુરતુ ના હોય તેમ હવે ડેડબોડીને લઈને પણ પરિવારોએ સહન કરવાનો વારો આવ્યો છે.

DNA થકી ઓળખ કરવાની વાત છતા હાલ એવી સ્થિતિ છે કે પરિવારને પોતાના ગુમાયેલા સ્વજનોની બોડી નથી મળી. વાસ્તવિકતા એ પણ છે કે અનેક લોકોની બોડીમાં કોઈ અવશેષ જ નથી બચ્યો એટલી હદે બળીને ખાખ થઈ ગઈ છે. અને એટલે જ પરિવારના લોકોની પરેશાની સતત વધતી જોવા મળી રહી છે.

આ સમગ્ર ઘટના ક્રમમાં 6 લોકો સામે નામજોગ દરિયાદ દાખલ કરવામાં આવી જેમાંથી 3 લોકો અગાઉ જ પોલીસ હાથે ઝડપાયા હતા. આ બાદ વધુ એક આરોપી ધવલ ઠક્કર ઝડપાયો છે. ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરને આબુરોડથી LCBએ ઝડપી પાડ્યો છે. આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસને હવાલે કરશે.

આરોપીઓ ના નામ

  • ધવલભાઈ ભરતભાઇ ઠકકર – (પોલીસ ગિરફતમાં)
  • અશોકસિંહ જગદીશસિંહ જાડેજા –
  • કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા –
  • પ્રકાશચંદ કનૈયાલાલ હીરન –
  • યુવરાજસિંહ હરીસિંહ સોલંકી –
  • રાહુલ લલીતભાઇ રાઠોડ –

તારીખ – 27, મે 2024

(વિથ ઈનપુટ – જીગ્નેશ પટેલ & અતુલ ત્રિવેદી)

Published on: May 27, 2024 11:15 PM
g clip-path="url(#clip0_868_265)">