AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પરિવારજનોને મળ્યા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પરિવારમાં આક્રંદ- Video

થોડા દિવસ પહેલા જ રિબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક અમિત ખૂંટ સામે દુષ્કર્મનો કેસ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ફરિયાદ થતા તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનો સુસાઈડ નોટમાં ખૂલાસો થયો છે. ત્યારે પરિવાર સતત ન્યાયની માગ કરી રહ્યો છે. અમિત ખૂંટ ગોંડલના જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર હતો. આથી જ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ અમિત ખૂંટના પરિવારને મળી તેમના દુ:ખમાં સહભાગી થયા હતા અને સાંત્વના પાઠવી હતી.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: May 13, 2025 | 4:51 PM

રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટની આત્મહત્યાના દિવસો વિતતા જાય છે અને પરિવાજનો ન્યાયની માંગ કરી રહ્યા છે આ બધાની વચ્ચે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રીબડા ખાતે પરિવારજનોને મળ્યા હતા અને પરિવારને આશ્વાસન આપ્યું હતું. ગીતાબા જાડેજાની સાથે મોટી સંખ્યામાં ગોંડલ પંથકના મહિલાઓ પણ જોડાયા હતા. ગીતાબા જાડેજા પરિવારજનોને મળ્યા ત્યારે આક્રંદ છવાયું હતું .જે સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી તેને ધારાસભ્યએ આશ્વાસન આપ્યું હતું.

અમિતભાઇની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી- ગીતાબા જાડેજા

પરિવારજનો સાથે મુલાકાત બાદ ગીતાબા જાડેજાએ કહ્યું હતું કે સ્વર્ગસ્થ અમિતભાઇ ખૂંટના પરિવારજનોને મળી છું. પરમ કૃપાળુ પરમાત્મા આત્માને શાંતિ આપે અને પરિવાજનોને આ દુઃખ સહન કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે.

અમિત ખૂંટ જયરાજસિંહનો ટેકેદાર હતો

રીબડાનો યુવાન અમિત ખૂંટ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર હતો.વિધાનસભાની ચૂંટણી વખતથી અમિત ખૂંટ જયરાજસિંહનું સમર્થન કરી રહ્યો હતો અને રીબડાના અનિરુદ્ઘસિંહ જાડેજાનો વિરોધ કરી રહ્યો હતો. અમિતના પરિવારજનોએ અમિત સાથે રીબડાના જ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ જાડેજાએ હનીટ્રેપનું ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના પરિવાર વિશે જાણો
NASA સ્પેસ મિશન માટે અવકાશયાત્રીઓની પસંદગી કેવી રીતે કરે છે?
નાકમાંથી લોહી નીકળવું એ કયા રોગનું લક્ષણ છે?
Moonson Season: ચોમાસામાં સ્કીન ઈન્ફેક્શનના લક્ષણો શું છે?
ઘરમાં મરચાનો છોડ ઉગાડવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
શું આપણે રસોડામાં મની પ્લાન્ટ લગાવી શકીએ?

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">