Rajkot : ઢોરની અડફેટે આવતા વાહનચાલક યુવતી ઈજાગ્રસ્ત, ઘટના CCTV માં થઈ કેદ, જુઓ Video

રાજકોટમાં ફરી એકવખત ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. ગાંધીગ્રામના વેલનાથ ચોક પાસે ઢોરને કારણે અકસ્માત સર્જાયો છે. ઢોરની અડફેટે આવતા વાહનચાલક યુવતી ઈજાગ્રસ્ત થવાની ઘટના બની છે. ચાલુ બાઇકે ઢોરને હંકારતા યુવકના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:01 AM

રાજકોટમાં ફરી એકવખત રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં રખડતા ઢોરની સાથે સાથે ઢોર માલિક પણ એટલો જ જવાબદાર છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના વેલનાથ ચોકમાં આ ઘટના બની હતી. CCTVમાં સ્પષ્ટ જોઇ શકો છો કે, એક બેફામ ઢોર માલિક ચાલુ બાઇકે ઢોરને બેદરકાર રીતે હંકારી રહ્યો છે. જાહેર માર્ગ પર જોખમી રીતે હંકારાતા ઢોર સામેથી આવતી વાહન ચાલક યુવતી સાથે ટકરાય છે. જેને કારણે અકસ્માતની ગંભીર ઘટના બને છે.

બેદરકારી CCTVમાં થઇ કેદ

નિર્દોષ વાહન ચાલક યુવતી તેની સામે આવતા આ અજાણ્યા જોખમથી એકદમ અજાણ હતી. અચાનક જ આવેલા ઢોરે વાહન ચાલક યુવતીને અડફેટે લઇને તેને ગંભીર ઈજાગ્રસ્ત કરી. પોતાની બેદરકારી છતી થતા જ બેદરકાર ઢોર માલિક શાંતિથી ત્યાંથી કઇ થયું જ ન હોય તેમ રફૂચક્કર થઇ જાય છે. પરંતુ તે બેદરકાર ઢોર માલિકને ક્યાં ખબર છે કે તેની બેદરકારી CCTVમાં કેદ થઇ ગઇ છે. રખડતા ઢોરના કારણે તો ઘણા અકસ્માત થાય છે. ત્યારે હવે ઢોર માલિક જાહેરમાં ઢોરને હંકારતા હવે વાહન ચાલક માટે જાહેર માર્ગ પર વાહન ચલાવવું જોખમી બની રહ્યું છે.

આ પણ વાંચો : ઓપરેશન કાવેરી અંતર્ગત વધુ 150 નાગરિકો પહોંચ્યા વતન રાજકોટ, 103 વર્ષીય વૃદ્ધાનું મામલતદાર દ્વારા કરાયુ સ્વાગત

ઢોર માલિકની બેદરકારી અને નિર્દોષ વાહન ચાલકોની પરેશાની જોતા તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ બેફામ ઢોર માલિકને જાહેર માર્ગ પર ઢોર હંકારવાની પરવાનગી કોણે આપી ? વાહન ચાલક યુવતીને જાનહાનિ થઇ હોત તો તેના માટે કોણ જવાબદાર ? વાહન ચાલક યુવતીને શારીરિક ખોટ આવી હોત તો તેના માટે કોણ જવાબદાર ? રખડતા ઢોર અને બેફામ ઢોર માલિકો પર ક્યારે લાગશે લગામ ? આ રખડતી રંઝાડથી આખરે ક્યારે મળશે મુક્તિ ? આ સહિતના અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
g clip-path="url(#clip0_868_265)">