Ahmedabad : ઢોરના ત્રાસને ડામવા AMC રાખશે બાઉન્સરો, AMCએ ઢોર પકડવાની નીતિ હાઇકોર્ટમાં રજૂ કરી

Ahmedabad News : રખડતા ઢોર મામલે AMCએ હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી છે. જેમાં રખડતા ઢોરના ત્રાસ પર અંકુશ લાવવા આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે. રખડતા ઢોરથી મૃત્યુ પામેલા કેસમાં સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.

Ahmedabad : ઢોરના ત્રાસને ડામવા AMC રાખશે બાઉન્સરો, AMCએ ઢોર પકડવાની નીતિ હાઇકોર્ટમાં રજૂ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:00 PM

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને લઇ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં રખડતા ઢોરને મુદ્દે થયેલી જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટના નિર્દેશ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું દાખલ કર્યું છે અને ઢોર પકડવાની નીતિ રજૂ કરી છે. કોર્પોરેશને ઢોરના ત્રાસને ડામવા બાઉન્સર રાખવાનો નિર્ણય લીધો છે. જેના માટે સ્ટેટ લીગલ ઓથોરિટીએ 96 જેટલા હોટસ્પોટ નક્કી કર્યા છે. જ્યાં ઢોરનો ત્રાસ વધુ હોય છે. આ તમામ સ્થળો પર કોર્પોરેશન બાઉન્સર રાખશે.  તો બીજી તરફ રખડતા ઢોરથી મૃત્યું પામેલા કેસમાં સહાય માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો- Breaking News : કોરોના બન્યો ભયાનક !, છેલ્લા 24 કલાકમાં 24 લોકોના લીધા જીવ, 9000 થી વધુ કેસ નોંધાયા

AMCએ પોલિસી લાગુ કરવાનું નક્કી કર્યુ

રાજ્યમાં રખડતાં ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. રખડતાં ઢોરોના કારણે નાગરિકો હેરાન-પરેશાન થતા હોય છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ કાયદો લાવવાના હતા. પરંતુ ચૂંટણીના કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી નથી. સરકારે બનાવેલા કાયદામાં જે જોગવાઈઓ હતી. તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. રખડતાં પશુઓને છોડાવવા, ઘાસચારો રાખવા બદલ દંડની રકમમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.

AMCએ પકડેલા ઢોરોને પશુમાલિકો જો સમય મર્યાદામાં ન છોડે તો દૂધાળા, ખેતીલાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચી દેવામાં આવશે અને તેનાથી આવક ઉભી કરવામાં આવશે. જો કે પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો છે. રખડતાં ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત્ રાખવામાં આવી છે.

મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે

તો આ પોલિસીનો માલધારી સમાજે વિરોધ કર્યો છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાઇસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ રીતે સરકાર કાયદાની આંટીઘૂંટીઓ કરવાની જગ્યાએ રાજ્યમાં આવેલાં મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે.

એટલું જ નહિં તેમનું કહેવું છે કે, સરકાર માલધારીઓ સાથે છેતરપિંડી ન કરે અને ડરનો ખોફ બતાવ્યા વગર સરકાર માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જેનાથી ઢોરના કારણે નિર્દોષ નાગરિકોને તકલીફ ન પડે અને માલધારીઓને રોજગારી મળતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અન્યથા ભૂતકાળની જેમ આંદોલન કરીશું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">