ભારતીય રેલ્વે મહિલાઓને આપે છે  10 વિશેષ સુવિધાઓ

19 Oct. 2024

Source:pexels

રેલવેના નિયમો અનુસાર, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓને ટ્રેનના ભાડામાં 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.

ભાડામાં ડિસ્કાઉન્ટ

Source:pexels

મહિલાઓની સુરક્ષા માટે દરેક ટ્રેનમાં સુરક્ષાકર્મીઓ અને મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવે છે જે કોઈપણ પરિસ્થિતિમાં મહિલા મુસાફરોની મદદ કરી શકે છે.

મહિલા પોલીસકર્મી

Source:pexels

ટ્રેનમાં કેટલીક સીટો મહિલાઓ માટે  રિઝર્વ હોય છે, જેના કારણે ભીડભાડવાળી ટ્રેનમાં પણ તે સરળતાથી સુરક્ષિત યાત્રા કરી શકે છે.

રિઝર્વ કોચ

Source:pexels

રેલવેના નિયમો અંતર્ગત, જો કોઈ મહિલા પાસે ટિકિટ નથી અથવા તેની ટિકિટ ખોવાઈ જાય છે, તો આવી સ્થિતિમાં TTE તેને ટ્રેનમાંથી નીચે ઉતારી શકશે નહીં.

ટ્રેનમાંથી મહિલાઓને ઉતારવા પર પ્રતિબંધ

Source:pexels

45 વર્ષથી વધુ ઉંમરની મહિલા મુસાફરોને રેલવે દ્વારા ઓટોમેટિકલી લોઅર બર્થ આપવામાં આવે છે જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરી શકે.

મહિલાઓ માટે નીચલી બર્થ

Source:pexels

સગર્ભા સ્ત્રીઓ ટિકિટ ચેકિંગ સ્ટાફને પૂછીને તેમની વચ્ચેની અથવા ઉપરની સીટને નીચલી બર્થમાં એક્સચેન્જ કરાવી શકે છે.

બર્થ એક્સચેન્જ

Source:pexels

જો ટિકિટ બુક કરવા માટે મહિલા કાઉન્ટર બનાવવામાં આવ્યા નથી, તો તેઓ અન્ય જનરલ કાઉન્ટર પર જઈને કોઈપણ કતારમાં ઉભા રહ્યા વગર ટિકિટ બુક કરાવી શકે છે.

ટિકિટ બુકિંગ કાઉન્ટર

Source:pexels

લોકલ ટ્રેનમાં મહિલાઓ માટે અલગ કોચ હોય છે જેમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકે છે.

લોકલ ટ્રેનમાં અલગ કોચ

Source:pexels

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે તેમના માટે કેટલીક વિશેષ ટ્રેનો પણ ચલાવે છે, જેની માહિતી IRCTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હશે.

વિશેષ ટ્રેન

Source:pexels

ભારતના મોટાભાગના રેલવે સ્ટેશનો પર મહિલાઓ માટે અલગ વેઇટિંગ રૂમ અને વોશરૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં માત્ર મહિલાઓને જ જવા દેવામાં આવે છે. (ડિસ્ક્લેમર: ઈન્ટરનેટ આધારિત માહિતી)

અલગ વેઇટિંગ રૂમ

Source:pexels