AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ઓપરેશન કાવેરી અંતર્ગત વધુ 150 નાગરિકો પહોંચ્યા વતન રાજકોટ, 103 વર્ષીય વૃદ્ધાનું મામલતદાર દ્વારા કરાયુ સ્વાગત

Rajkot: ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી વધુ 150 રાજકોટિયન્સ વતન રાજકોટ પહોંચ્યા છે. જેમા 150 વર્ષના વૃદ્ધા પણ રાજકોટ પહોંચ્યા છે. મામલતદાર કે.એ. કરમટા દ્વારા તેમનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તંત્ર દ્વારા બે વૃદ્ધ પેસેન્જર્સને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

Rajkot: ઓપરેશન કાવેરી અંતર્ગત વધુ 150 નાગરિકો પહોંચ્યા વતન રાજકોટ, 103 વર્ષીય વૃદ્ધાનું મામલતદાર દ્વારા કરાયુ સ્વાગત
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 12:44 AM
Share

સુદાનમાં સિવિલ વોરની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોની વહારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા ”ઓપરેશન કાવેરી” શરુ કરાવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદ ખાતે પહોંચેલા યાત્રીકોને ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા જી.એસ.આર.ટી.સી દ્વારા પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ રોજ ચાર બસોમાં રાજકોટના 148લોકોને રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે બે વૃધ્ધ પેસેન્જરોને એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવ્યા છે.

ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું સ્વાગત

ઢોલ નગારાના તાલ વચ્ચે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચર અને પ્રાંત અધિકારી સંદિપ વર્મા દ્વારા યાત્રીકોને હાર પહેરાવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. સુદાનથી પરત આવેલા લોકોએ રાજકોટમાં પગ મૂકતા રાહતનો શ્વાસ લીધો હતો.

103 વર્ષના વૃદ્ધાને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોચાડવામાં આવ્યા

એમ્બ્યુલન્સ મારફતે ઘરે પહોંચાડવામાં આવેલા બે વૃધ્ધ પેસેન્જરો પૈકી 86 વર્ષીય જ્યોત્સનાબેન કોઠારીનું સ્વાગત મામલતદાર જાનકી પટેલ તેમજ 103 વર્ષના લાભુબેન બાટવીયાનું સ્વાગત મામલતદાર કે.એ.કરમટા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad : ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનથી હેમખેમ પરત ફરેલા ગુજરાતીઓનુ હર્ષ સંઘવીએ કર્યુ ઉષ્માભેર સ્વાગત

વતનમાં પરિજનો સાથે મિલન થતા સર્જાયા ભાવુક દૃશ્યો

સુદાનથી પરત ફરતા યાત્રીઓની વતન પરત ફરતા તેમના આપ્તજનો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતાં. ભવનીશ હર્ષદભાઈ વાલાણીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારના 12 વ્યક્તિઓ સાથે અમે શાંતીથી રાજકોટ પહોંચી ગયા છીએ. અમને વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી હતી તે બદલ તેમનો આભાર શબ્દોમાં વ્ય્ક્ત કરી શકાય તેમ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">