Dahod Rain : લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદના લીમડી સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદના અનેક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદના લીમડી સહિતના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. દાહોદના અનેક વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જો કે ભરઉનાળામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભર ઉનાળામાં ચોમાસા જેવા માહોલ સર્જાતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી હતી.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 17 મે બાદ આકરી ગરમી પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના એંધાણ છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલના જણાવ્યા મુજબ 25 મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.તો સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકી શકે છે.