Monsoon 2023: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના બારડોલીમાં 6 ઈંચ વરસાદ, જુઓ Video

Monsoon 2023: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના બારડોલીમાં 6 ઈંચ વરસાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:05 AM

ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Monsoon 2023: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી (Rainy weather) માહોલ છવાયો છે. સુરત, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરતમાં મોડી રાતથી વરસાદ

સુરતમાં મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કતારગામ, વરાછા, લીંબાયત અને અઠવા સહિતના વિસ્તારોમાં  વરસાદ પડ્યો છે. તો સુરતના બારડોલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે પણ સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

વલસાડ શહેરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ

વલસાડ જિલ્લામાં રાત્રી દરમિયાન મેઘરાજાની બેટિંગ યથાવત રહી હતી. છેલ્લા 12 કલાકમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ શહેરમાં સૌથી વધુ 3 ઇંચ તો પારડી અને ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ શહેરમાં 3 ઈંચ વરસાદના કારણે મોગરાવાડી અંડરપાસ, છીપવાડ હનુમાન મંદિર, દાણા બજાર અને શાકભાજી માર્કેટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 28, 2023 09:04 AM
g clip-path="url(#clip0_868_265)">