બનાસકાંઠાના ઓગાડ ખાતે. 4 જાન્યુઆરીના રોજ. ઠાકોર સમાજનું મહાસંમેલન મળશે. આ સંમેલન પહેલાં પાટણમાં. સમાજના નવા બંધારણ સંબંધિત બેઠક યોજાઈ હતી. જેમાં. કોંગ્રેસ, ભાજપ સહિતના. ઠાકોર સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ગેનીબેને નવા બંધારણનું વાંચન કર્યું હતું. અને લોકો તેનું પાલન કરે તે માટે શપથ પણ લેવડાવાયા હતા. લગ્ન, સગાઈ કે મરણ પ્રસંગ પાછળ થતાં. બિન જરૂરી ખર્ચાઓ ઘટાડવા માટે અનેક નિયમો જાહેર કરાયા છે. આ બંધારણના અમલીકરણ માટે. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિઓ કાર્યરત રહેશે. અને 4 જાન્યુ.એ મળનારા મહાસંમેલન બાદ. બંધારણનો વિધિવત અમલ શરૂ થશે. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના. કુલ 27 તાલુકાઓ માટે આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. ગરીબ વર્ગ હોય. મધ્યમ વર્ગ હોય કે સુખી સમાજ હોય. તમામમાં સમરસતા આવે તે માટે આ નિયમ ઘડાયાનું સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. એટલું જ નહીં. બંધારણનું ઉલ્લંઘન કરનારાઓના પ્રસંગમાં. કુટુંબીજનો કે અન્ય સગા-વ્હાલાઓ હાજર નહીં રહે. બનાસકાંઠાના ઓગાડ ખાતે 4 જાન્યુઆરીએ યોજાનાર સંમેલનમાં. 50 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.