દેશના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ત્યારે રેલવે પ્રધાનને સવાલ પૂછાયો હતો કે દેશમાં પહેલી બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે ? જેનો જવાબ આપતા. રેલવે પ્રધાને હસીને જવાબ આપ્યો હતો કે વર્ષ 2027 માટે તમે અત્યારથી જ. બુલેટ ટ્રેનની ટિકિટ ખરીદી લો. કારણ કે. તે 15 ઓગસ્ટ. 2027થી દોડવાની છે. ઉલ્લેખનીય ગત નવેમ્બર મહિનામાં જ... વડાપ્રધાન મોદીએ. સુરતમાં નિર્માણાધિન. બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી. અને તેની કામગીરીની સમીક્ષા કરી હતી. તો. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત. બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી. પ્રથમ તબક્કામાં સુરતથી બીલીમોરા વચ્ચે જ. બુલેટ ટ્રેન દોડશે. અને ત્યાર પછી એક બાદ એક તબક્કામાં ટ્રેન શરૂ કરાશે. બીજા તબક્કામાં વાપીથી સુરત, ત્રીજા તબક્કામાં વાપીથી અમદાવાદ, ચોથા તબક્કામાં. ઠાણેથી અમદાવાદ. જ્યારે અંતમાં. મુંબઈથી અમદાવાદ વચ્ચે ટ્રેનનો પ્રારંભ થશે. 12 ફેબ્રુઆરી, 2016માં શરૂ થયેલો આ પ્રોજેક્ટ. દેશમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં. અત્યંત ક્રાંતિકારી પ્રોજેક્ટ મનાઈ રહ્યો છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ. અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર. માત્ર. 2 કલાક અને 7 મિનિટમાં જ પૂરું થશે. બુલેટ ટ્રેન માટે. કુલ 12 સ્ટેશન આપવામાં આવ્યા છે. જેમાંથી. 8 ગુજરાતમાં. જ્યારે 4 મહારાષ્ટ્રમાં છે. 508 કિ.મી.ને આવરી લેતા આ રેલ પ્રોજેક્ટમાં. 9 ડિસેમ્બર સુધી. 330 કિ.મી.માં વાયડકટ અને 408 કિ.મી.માં પિયરનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે.