સમગ્ર દુનિયામાં. સિગારેટ પીવાને લીધે. દર વર્ષે લગભગ 80 લાખથી વધુ લોકો મોતને ભેટે છે. જ્યારે ભારતમાં. 10 લાખથી વધુ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે. તમાકુ ઉત્પાદનો પર. વધારાની એક્સાઈઝ ડ્યુટી લગાવવાનો નિર્ણય લીધો છે. અને 1 ફેબ્રુઆરી, 2026થી નવા નિયમ લાગૂ થશે. સરકારે "કંપનસેશન સેસ"ને ખત્મ કરીને. તેની જગ્યાએ. "હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ" તેમજ. "એડિશનલ એક્સાઈસ ડ્યુટી" લગાવવાનો નિર્ણય લીધજો છે. સંસદમાં ડિસેમ્બર 2025માં જ. આ બિલોને મંજૂરી મળી ગઈ હતી. આ નિયમ લાગૂ થયા બાદ. દેશના 25 કરોડથી પણ વધુ. સ્મોકર્સ માટે. સિગારેટ પીવાનું મોંઘું સાબિત થશે. સરકારનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વ્યવસ્થા. હજુ પણ કડક કરવાનો છે.