Rain News : 3 દિવસના વિરામ બાદ કલોલમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કલોલમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. છેલ્લા 3 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
બીજી તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ડભોઈ તાલુકાના અનેક ગામોને સતર્ક કરાયા છે. ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. કરનાળી ઘાટના પણ 110માંથી 80 પગથિયા પાણીમાં ડૂબ્યા છે. સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા વહીવટી તંત્રની સૂચના આપી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો