Breaking News : મેઘ તાંડવના એંધાણ ! અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક વાર ધોધમાર વરસાદની આગાહી કરી છે. આગામી 26 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક વાર ધોધમાર વરસાદની આગાહી કરી છે. આગામી 26 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાતમાં ભઆરે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મહીસાગર, પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે ફરી તહેવારોમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. ગણેશ ચતુર્થી, પર્યુષણ પર્વ દરમિયાન વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાજી પગપાળા જતા યાત્રીઓને વરસાદનું વિઘ્ન નડે તેવી આગાહી કરી છે. નર્મદા, સાબરમતી, તાપી નદીનું જળસ્તર વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
