Rain Report : છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ભરુચના વાલિયામાં 12 ઈંચ, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર મેઘરાજા ધમરોળ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ફરી એક વાર મેઘરાજા ધમરોળ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ ભરૂચના વાલિયામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ તરફ તાપીના વ્યારામાં 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરતના માંગરોળમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ ખાબક્યો
ડાંગના વઘઈમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના તિલકવાડામાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના ઉચ્છલમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં 6.8 ઈંચ વરસાદ નોંધાયા છે. ખેડાના નડિયાદમાં 6.8 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિરમાં 6.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ 15 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 39 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
Latest Videos
Latest News