AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain News : સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બે કાંઠે વહેતા ટ્રેકટર તણાયું, જુઓ Video

Rain News : સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બે કાંઠે વહેતા ટ્રેકટર તણાયું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2025 | 12:46 PM
Share

અમરેલી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ કરી છે. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં મુશળધાર વરસાદ પડ્યો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી.

અમરેલી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ કરી છે. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં મુશળધાર વરસાદ પડ્યો છે. જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે વોકળામાં ટ્રેક્ટર પણ પાણીના પ્રવાહમાં તણાયું. જો કે આ ઘટનામાં ટ્રેકટરના ડ્રાઈવરનો બચાવ થયો છે.

ખેડૂત ખેતરથી ટ્રેકટર લઈને પરત ફરતા હતા. ત્યારે અચાનક વોકળામાં પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમનું ટ્રેકટર તેમાં ફસાઈને તણાઈ ગયું હતુ. સરપંચ અને ગ્રામજનોએ સમયસૂચકતા વાપરીને ખેડૂતને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બાદમાં ગ્રામજનોના સહિયારા પ્રયાસથી તણાઈ ગયેલા ટ્રેકટરને પણ વોકળમાંથી બહાર કાઢ્યું હતું.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલની આગાહી અનુસાર આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને સૌથી મોટી આગાહી લઇને કરી છે . અંબાલાલનો દાવો છે કે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જોકે મેઘરાજાનો બીજો રાઉન્ડ એક સપ્તાહ સુધી રહે તેવી શક્યતા છે. 18 જુલાઇ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પણ નહીંવત હોવાનો દાવો છે. જ્યારે 26 જુલાઇથી 30 જુલાઇ વચ્ચે નવી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">