રાજ્યમાં ગગડ્યો તાપમાનનો પારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થતાં અને ઠંડા પવનો ફૂંકાતાં ગુજરાતમાં વધી ઠંડી. લઘુત્તમ તાપમાન દાહોદમાં 8 ડિગ્રી નોંધાયું. તો વડોદરા અને અમરેલીમાં 11.2 ડિગ્રી ઠંડી અનુભવાઈ. જૂનાગઢ અને મહુવામા 12.5 ડિગ્રી પહોંચ્યો પારો.