વડોદરામાં શિયાળાની રાતે ઠંડીના ચમકારા વચ્ચે ફરીથી તસ્કરો સક્રિય થયા છે.. કપુરાઈ વિસ્તારમાં શિવમ બંગલોઝ, વ્રજ વિહાર સોસાયટી અને અન્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા અને બાઈક ચોરીને અંજામ આપ્યો. જેના CCTV પણ સામે આવ્યાં છે. જેમાં બે બાઈક ચોરી કરતા ચોર કેદ થયા છે. છેલ્લા 3 દિવસમાં 8 બાઈકની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે. જેને લઈ પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.