Rain Breaking : અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ Video

આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ માહોલ જોવા મળ્યો છે. સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:37 AM

Arvalli :  હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ માહોલ જોવા મળ્યો છે. સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં મોડાસાના દઘાલીયા, ઇસરોલ, ટીંટોઇ, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. માલપુર અને મેઘરજ પંથકમાં પણ વરસાદનો વાતાવરણ જોવા મળ્યુ છે.

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને વર્ગ -૩ ની લેવાનાર સ્પર્ધાત્મકપરીક્ષા સંદર્ભે કંન્ટ્રોલરૂમ કાર્યરત

તો આ તરફ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા પંથકમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના પાલનપુર, અમીરગઢ, દાંતામાં છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડીસા, વડગામ સહિત અલગ અલગ જગ્યાએ પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેતરમાં બાજરીનો ઉભો પાક પાલળી જતા પાકને નુકસાન થયુ છે.

 

અરવલ્લી અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">