Rain Breaking : સાબરકાંઠા પંથકમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો, ગેટ ધરાશાયી થતા કાર દબાઈ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે અચાનક સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે અચાનક સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા પંથકના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
હિંમતનગર નજીક ભારે પવનમાં લગ્નનો મંડપ ઉડ્યો હતો. આ ઉપરાંત વાવાઝોડા સાથે વરસાદ વરસતા હિંમતનગર નજીક આવેલી એક સમાજવાડીનો પથ્થરનો ગેટ ધરાશાયી થતા કાર દબાઈ હતી. આ સાથે જ લગ્નનો મંડપ અને ખુરશીઓ પવનમાં વેરવિખેર થઈ ગઈ હતી.
આ પણ વાંચો : Sabarkantha Rain: સાબરકાંઠામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ
તો બીજી તરફ બનાસકાંઠાના અંબાજી પંથકમા પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આખા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પતરા ઉઠી ગયા હતા. તો અંબાજી એસટી બસ સ્ટેશનમાં તોતિંગ ગેટ ધરાશાયી થયો હતો. હાઈ-વે પર મોટુ બોર્ડ પડતા રસ્તો બંધ થયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજ સેવા ખોરવાઈ હતી.

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર

હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય

"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
